ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.2

  • 98

હોસ્પિટલની બહાર હથીયારથી સજ્જ થઈને સોએક લોકોનું ટોળુ આવીને ઉભું રહ્યું હતું. એ બધાની વચ્ચે એક સફેદ કલરની એમ્બેસેડર આવી અને હળવેકથી બ્રેક લાગી. વિનય આ બધું બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એક કમ્પાઉન્ડર એકદમ દોડીને આવ્યો અને રૂમમાં આવીને અંદરથી બારણું બંધ કર્યું. જ્યોર્જ, શ્રેયા અને બાકી બધા સ્તબ્ધ થઈ ગયા. જીદની આંખોમાં હળવી અસર દેખાણી. વિનય બીજું બધું ભૂલીને તેના તરફ જોવા લાગ્યો. તે બારી છોડી જીદના બેડ પાસે આવ્યો. જીદનો હાથ પકડ્યો તેના હાથને પોતાના બંને હાથ વચ્ચે રાખીને દબોચ્યો. જીદની આંખોમાં હર્ષના આંસુ આવ્યા. તેના ચેહરા પર એક સુંદર મુસ્કાન છવાઈ ગઈ. હવે તેની નજર આજુબાજુના