ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.1

“સારું થયું જલ્દી હોસ્પિટલ લઈ આવ્યાં. તેમની હાલત જોઈને લાગે છે, દર્દીએ ઘણા દિવસથી અન્નનો એક દાણો પણ મોં માં નથી નાખ્યો.” ડોકટર બોલ્યા.રૂમની બહાર ઊભેલા વિનયે અને નયને આ વાત સાંભળી. તે બંને અંદર આવ્યાં. એક બેડ ઉપર જીદ સૂતી હતી. બાજુમાં ઇન્જેક્શન પડ્યું હતું. ત્યાંજ બાટલાનું સ્ટેન્ડ પણ હતું. ગ્લુકોઝના બાટલામાં ઇન્જેક્શનની સોય હતી. બેડ ઉપર પોતાની ચમકને ત્યાગીને સૂતેલા ચંદ્રની ચાંદની જેવી જીદની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. આંખોમાં કુંડળી, હાથ અને મોઢું ફિકા પડી ગયા હતા. જીદને આવી સ્થિતિમાં જોઈ વિનય તેની પાસે જઈ બેસ્યો. તેનો હાથ પકડીને બોલ્યો. “પોતાના પર આવતી આફત જોઈને તે