આખી ચંદ્રવંશી વાંચ્યાબાદ વિનયની આંખોમાં પણ આંસુ આવ્યાં. ગાડીમાં આગળની સીટ પર બેસીને ગાડી ચલાવતો રોમ બોલ્યો. “દરેક વાર્તાનો અંત હ્રદયને શાંતિ આપનારો જ હોય છે. લાગે છે વાર્તા હજું અધૂરી હશે.”રોમના મોંઢામાંથી સરી પડેલા મોંઘાં મોતી જેવા શબ્દો સાંભળીને વિનયે તેના એક હાથથી આંસુ લૂછીને થોડું હાસ્ય કરતું મોં બનાવીને કહ્યું. “હા આ વાર્તાનો અંત પણ હજુ બાકી છે.” અને પાછળ બેઠેલા પંડિત શુદ્ધિનાથન સામે જોયું. એ સમયે પોલીસસ્ટેશન આવી ગયું. વિનય જીપમાંથી નીચે ઉતરી જીપનો નંબર જોઈને બોલ્યો. “આ જીપ તો પોલીસની જ છે. તમે આ ક્યાંથી લાવ્યાં?”નયન બોલ્યો. “એક ભલા પોલીસવાળા એ અમારી મદદ કરી.”“ભલો પોલીસવાળો?” નયન સામે