સહ્યાદ્રીનાં સુંદર હરિયાળા પર્વતમાળાના ડુંગરા આજે જાણે ખીલી ઊઠ્યાં હતા..તળેટીથી ઉપર આવતી બધી કેડીઓ બેઉ પ્રેમી હૈયાંને વધાવવા તતપર હતા.. મીઠો..જાણે સુરાહીમાંથી આવતો હોય એવો પવન.. આજે માદક લાગતો હતો..વૃક્ષો છોડવાઓ પર રંગબેરંગી ફૂલ એમની સુગંધ પ્રસરાવી રહેલાં..પવનથી વૃક્ષોની ડાળીઓ હિલોળા લેતી હતી. નભ એકદમ સ્વચ્છ ભૂરું ભૂરું પ્રણયભીનું લાગી રહેલું..બે જુવાન હૈયાં મારતી બાઇકે ડુંગરની તળેટીથી કેડીઓમાં ચાલી રહી હતી..સોહમની પાછળ કસીને વળગીને બેઠેલી વિશ્વા જાણે સ્વર્ગમાં વિહરી રહી હતી..એ એનાં અને સોહમના પ્રણય શમણાંઓમાં જાગતીજ.. પરોવાઈ ગઈ હતી.. સોહમે ડુંગરા મધ્યે બાઈક અટકાવી બોલ્યો “ વિશુ હવે બાઈક પર ઉપર નહીં જવાય અહીં બાઈક મૂકી પગપાળા જ ઉપર જઈએ..વધુ