સોહમને પરદેશની ધરતી ઉપર પોતાના દેશની.. વતનની ધરતી..ત્યાંના લોકો યાદ આવી રહેલાં.. સોહમ શુન્યમનસ્કય બસ ચાલી રહેલો..એને ઠંડી હવાની લહેર લાગી..અનુભવી..એ થોડો યાદોમાંથી જાગ્રત થયો..એને યાદો હટાવવી ગમી નહોતી રહી.. એણે જોયું કોફી કેફે આવી.. એ ચહેરા પર સ્મિત લાવી કેફેમાં ગયો લાર્જ કેપેચીનો ઓર્ડર કરી લઇને પાછો બહાર આવી ગયો..એ ચાલતો ચાલતો દરિયા તરફ નીકળી ગયો..સિડનીના કિનારે દરિયો..દરિયા કિ નારે સિડની શહેર..એણે બેન્ચ જોઈ ત્યાં બેસી ગયો..એ બેસીને દરિયામાં ઉછળતાં મોજા જોઈ રહેલો.. ભૂરા ભૂરા આકાશ નીચે..દરિયાનું ભૂરું પાણી એના ઉછળતાં ફીણ ફીણ વાળા મોજા..એના મન દીલમાં પણ યાદોનાં મોજા ઉછળી રહેલાં.. આ દરિયાના મોજા કિનારે આવી રેતીને ભીંજવી