અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -8

સારાએ કહ્યું “સાવી તારા પેલાં આશિકનાં ગીતને કારણે મારુ રીલ રહી ગયું..એકજ ફાયદો થયો તારો મીઠો ભૂતકાળ આળસ મરડી જાગી ગયો.”. એમ કહી હસી..સાવી કહે ”સારા એવું કશું નથી પછી વાત.. પહેલા તારું મસ્ત રીલ બનાવી લઈએ..નહિતર તારા ફેન નિરાશ થઇ જશે..બોલ કેવું બનાવવું છે? સારાએ આકાશ તરફ જોઈ કહ્યું “આજે થોડો શાવર જેવો વરસાદનું ફોરકાસ્ટ છે..હવે વરસેતો સારું શાવરમાં મસ્તી કરતા મસ્ત હોટ હોટ રીલ બનાવીએ..” સાવી હસી પડી..એણે કહ્યું“ વરસાદ તો હમણાં આવશેજ જોને કાળા કાળા વાદળ ચઢી આવ્યા છે હમણાં વરસશે પણ..એકલી એકલી હોટ રીલ…?”સારા કહે “કોણ કહે છે હું એકલી એકલી..અરે અહીં પાર્ટનર તો હાલત ચાલતા