•એણે કહ્યું લે બોલ લાગી શરત તું હારે છે,મેં પણ હસીને કહ્યું હા એજ મારી હારે છે.વાદળ વરસી પડ્યું સૂકી ધરાની શાનમાં,માટી સુગંધરૂપે બોલી તું પણ મને તારે છે.હૃદયરૂપી એક ધબકારો હતો અમારો,શ્વાસથી છૂટો પડી વિશ્વાસ તો મારે છે.વાત એવી બની કે અમે બંને મૌન થયા,વાત કે વિવાદ નહીં થાય એવુ સૌ ધારે છે.હિંમત, હાર, સત્તા, ભય, દગો આપ્યું ઘણું,આવ્યો સમય અર્થીનો હવે તારે સહારે છે.-રોનક જોષી.'રાહગીર'.•કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી.ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી ,મળશું ક્યારે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.સાથ આટલો ખૂબ છે સંગાથે જીવવાની