રિમાએ રિંકલ અને હાર્દિકનાં સંબંધમાં દરાર પાડવાનું કામ શરૂ કરી દીધું હતું. અતુટ સંબંધનાં ફુગ્ગામાં એકવાર શંકાનાં નામની સોય ખુચાડવામાં આવે ત્યારે એ ફુગ્ગો ફુટી જાય છે અને લાગણી અને પ્રેમની હવા વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં પ્રસરી ગયેલો પ્રેમ હાથમાં લેવાં જશો તો પણ પકડાતો નથી.રિંકલે રિમા પાસે હાર્દિકની બીજી ઘણી વાતો કરો હતી, જે રિમાએ હાર્દિકને કહ્યું તો એ રિંકલની કહેલી વાતોથી દુઃખી થઈ ગયો. "રિમા, મને વિશ્વાસ છે તમારાં દીદી પર. એ મારાં વિરુધ્ધ કશું બોલી નહિ હોય. અમારો પ્રેમ સમજદારી અને વફાદારીથી જન્મો જન્મથી બંધાયેલો છે." આમ, કહીને હાર્દિક રિમા પાસે રિંકલે કહેલી વધુ વાત જાણવાની ઈચ્છા