3. વિરાટ સામે બાથ આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો, પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? તમને દેખાય છે એ તો મારું આજનું સ્વેપ છે. એ મારો આજનો સમયે પરાણે ધારણ કરાવેલો વેશ છે. આવા વેશમાં હું ઘણા વખતથી છું. કેટલો સમય વિત્યો હશે? કદાચ દસ વર્ષ થયાં હશે, એ એક વખતની મેં ઉડાવેલ પ્લેનની સીટના અવશેષો રેકઝીનનાં ચિંથરાં અત્યારે મારા અંગે વીંટ્યાં છે.મારી દાઢીવધી ગઈ છે, મૂછો ઘાસના પૂળા જેવી વિચિત્ર દેખાય છે. હું કોઈ વિકરાળ આદિમાનવ જેવો દેખાઉં છું ને? પણ હું કોણ છું? હું છું… એક પાયલોટ.. અજાણ્યા ટાપુ પર ક્રેશ થયેલાં છતાં મેં