સોહમના પિતા યજ્ઞેશભાઇ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા હતા. એમની સાથે એમના મોટાભાઈ દિવ્યાંગભાઇ દેસાઈ પણ રહેતા હતા. મૂળ વલસાડ ધરમપુરનાં…ત્યાં પણ બાપીકું ઘર જમીન બીજી મિલ્કતો હતી..એમની કેસર હાફુસની મોટી વાડીઓ વતનમાં હતી.એમાં પણ ખુબ બરકત હતી.મોટું અસલ ઘર દેસાઈ ફળિયામાં હતું તેઓ કેરીઓ તથા ચીકુ ચિપ્સ પાવડર વિદેશમાં એક્સપોર્ટ કરતાં.. શરૂઆતમાં વલસાડથીજ મુંબઈના એજન્ટો મારફત કામ કરતા. પછી એમનાં પિતાએજ કહ્યું હતું યજ્ઞેશ હું અને દીગુ અહીં વાડીઓ જોઈશું તું મુંબઈ જઈ જાતે બધું કરવાનું ધીમે ધીમે શરૂ કર. એમના પિતા પરમાનંદકાકા ખુબ આધુનિક વિચારના ઉદ્યમી અને સાહસિક હતા. એમનાજ ગુણ યજ્ઞેશભાઈમાં ઉતર્યા હતા..એમના મોટાભાઈ દીગુભાઈએ લગ્ન નહોતાં કર્યા