અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -6

  • 290
  • 2
  • 138

સોહમે ગીત પૂરું કર્યું અને એણે સાવી સામે જોયું.. સાવીતો ગીત પૂરું થયું તરતજ બહાર દોડી ગયેલી .. એની પાછળ પાછળ સારા કાઉન્ટર પર પૈસા ચૂકવી નીકળી ગઈ. સોહમને ખુબ નવાઈ લાગી એ અવાચક થઇ ઉભો રહેલો એણે ધનુષ અને ભૈરવી સામે જોયું.. ધનુષ જાણે સમજી ગયો હોય એમ માહોલ બદલવા ઉભો થયો સોહમને વળગી બોલ્યો “વાહ સોહમ દોસ્ત.. તે મહેફિલ સજાવી દીધી જોરદાર..” બાર્ રૂમમાં બીજા ઇન્ડિયન્સે પણ સોહમને બિરદાવ્યો.. સોહમે ધનુષને કહ્યું“ હું એ છોકરીને ઓળખતોજ નથી પણ ખબર નહીં એને જોઈ મને આ ગીત સ્ફૂરી ગયું.. પણ એ કેમ ડિસ્ટર્બ થઇ બહાર દોડી ગઈ ખબર ના પડી.”ભૈરવીની