“ માં ભાઈનો ફોન આવ્યો ? કોઈ મેસેજ છે? આજે તો શુક્રવાર છે..ત્યાંનો ફન ફ્રાઈડે..” પછી હસીને બોલી “ જો થોડીવારમાં ફોન ના આવ્યો તો હું સામેથી કરીશ.. આજે શાંતિ થી વાત થશે.. યુનિ નહીં જવાનું અને જોબ…એ ખબર નથી કઈ જોબ નું શું થયું..હું પૂછી લઈશ..માં ભાઈને એવું ના થાય કે તલ્લુ મારી નાનકી રાહ જોતી હશે..?..” અંદરથી માં બોલી “ એય તલુ..આમ તુલી ના થા..કરશે ફોન કેમ ધીરજ ના ધરે? આજે શાંતિથી ઉઠ્યો હશે કરશે હમણાં..”“ માં તું કાયમની જેમ ભાઈનોજ પક્ષ લે..અહીંથી ત્યાંનો સમય 4.5 થી 5 કલાક આગળ એ લોકો ..અહીં સવારના 8 વાગી ગયા ત્યાંતો