રિમાએ હાર્દિક અને રિંકલ વચ્ચે તિરાડ પાડવાની શરુઆત કરી દીધી હતી. કોઈ પતિ એની પત્ની માટે સૌથી પહેલી કોઈ ખાસ ભેટ ખરીદી કરીને આપે છે; તો એમાં પતિનો પ્રેમ અને લાગણી છલકાયેલી હોય છે. એ લાગણી એ બીજાં કોઈ સાથે શેર કરવાં માંગતો નથી.હાર્દિકે જોયું કે એણે રિંકલ માટે ખરીદી કરેલ ડ્રેસ ખૂબ જ પ્રેમથી એને ભેટ આપેલ હતી. એ રિંકલે એની બેનને પહેવાં આપ્યો. આ જાણીને હાર્દિકનો મગજનો પારો ચઢી ગયો."એમાં આટલાં હાઈપર શું થાવ છો ? એને ડ્રેસ ગમ્યો હતો તો મેં એને પહેવાં આપી દીધો. આમ પણ અમે એકબીજાં સાથે વસ્તુ શેર કરતાં રહીએ છીએ." રિંકલ હાર્દિક