જેન્સીનું ધ્યાન ભંગ થતાં તે મનોમન વિચારી રહી હતી તેમાંથી બહાર આવી. તેણે એરહોસ્ટેસ સામે સ્મિત આપ્યું અને કહ્યું, “કોફી, પ્લીઝ.” કોફી પીતી વખતે તેના મનમાં ફરીથી વિચારોનું વંટોળ ઊભું થયું. મિસ્ટર ધનરાજની મદદથી તે ચોક્કસ જ તેના ભાઈને મળી શકશે, પણ ડોક્ટરે કરેલી વાતથી તેના મન પર ધનરાજ માટે માન અને આદર વધી ગયો હતો. ધનરાજે કરેલી મદદ સ્વાર્થ વગરની હતી, પણ હવે જેન્સીએ જે કરવું હતું તે સ્વાર્થથી ભરેલું હતું. એક અજાણ્યા યુવાન, જાન,ની સારવાર કરવી.થોડીવારમાં જ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. જેન્સી પોતાનો સામાન લઈને બહાર આવી. એરપોર્ટ પરથી બહાર નીકળતા જ તેણે