ભાગ: ૧૯નીતાને આકાશનો મેસેજ આવે છે. "હું વસ્તીની બહાર તારી રાહ જોઈશ."નીતા મીરાને કહે છે, "મીરા, તું કોલેજ માટે નીકળ. મારે દુકાન પર થોડું કામ છે." એમ કહીને નીતા દુકાન તરફ જાય છે.મીરાનું ધ્યાન માનવની કાર તરફ જાય છે. તેમાં માનવ સૂતો હતો. મીરા નજીક જઈને બે મિનિટ માનવને જોતી રહે છે. ત્યાં તેને ફોનમાં મેસેજ આવે છે, "ઘર જોવા માટે તું ૪:૦૦ વાગ્યે આવી જજે."મીરા મેસેજ વાંચીને કોલેજે જવા માટે નીકળી જાય છે.આ બાજુ, નીતાને દુકાન પાસે દિનેશ મળી જાય છે. નીતા દિનેશને કહે છે, "હું અત્યારે તારી સાથે વાત કરવા નવરી નથી. પછી ક્યારેક. મને મોડું થાય છે."દિનેશ