ખોવાઈ ગયેલું બાળપણ

  • 70

બાળપણ… આહા… શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે… આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે.વેકેશનમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એવા એક સમર કેમ્પમાં ભાગ લઈ પાછી આવેલી આઠ વર્ષની છોકરી એની માને ત્યાંના અનુભવોની ઉત્સાહપૂર્વક વાતો કરતી હતી. અચાનક એને એક વાત યાદ આવી. એણે કહ્યું કે કેમ્પના પહેલા દિવસે બધા બાળકો પોતપોતાના ગ્રૂપમાં બેઠા હતા. એ છોકરીના ગ્રૂપમાં મોટા ભાગનાં બાળકો પહેલી વાર મળ્યાં હતાં, છતાં કોઈની સાથે પરિચય કેળવવાને બદલે એમના સ્માર્ટફોન જોવામાં મશગૂલ હતાં. એ છોકરીનાં