ભાગ 22 : અલવિદા SKરાત્રિ ના સમયે જ અચાનક બધી ન્યૂઝ ચેનલ માં આ સમાચાર મોટા પાયે ફેલાવવા મંડ્યા હતા કે SK આવવાનો છે , બીજે દિવસે સવારે ખૂબ મોટા પાયે માણસો ભેગા થઈ ગયા , જ્યાં SK તાલીમ લેવા જતો હતો , તે જ જગ્યા પાસે તે આવવાનો હતો , અને સવાર ના પહોર માં જ સમગ્ર શહેર બ્લોક...... ખૂબ જ ભીડ , ખૂબ જ ટ્રાફિક લોકો ના ટોળાઓ ભેગા થઈ ગયા કેમ કે ઘણા સમય થી લોકો જાણવા માગતા હતા કે એ વ્યક્તિ જેની પાસે અબજો પૈસા છે એ આખરે છે કોણ ?વહેલી સવાર થી જબરદસ્ત ગોઠવણીઓ શરૂ !