લગ્ન નો ત્રીજો દિવસ, સોનાલી અને મેઘલ વહેલા ઉઠી ને તૈયાર થઈ ને રાંદલ માતા ની પૂજા માં ટાઇમસર બેસી ગયા હતા, સવારે 8 :30 પૂજા પૂરી થઈ પછી સોનાલી એ નીચે જઈને બધા માટે ચા બનાવી, આજે આખા કુટુંબ નું જમવાનું હતું, એટલે સોનાલી ની સાસુ એ સોનાલી ને પહેલા થી જ ના પાડી હતી કે તેઓ ઉપર એમના રૂમ માં જ રહે, જમવા ના સમયે તેઓ બોલાવવા આવે ત્યારે જ નીચે આવવાનું, સોનાલી એ તેમ જ કર્યું હતું, આખો દિવસ તે મેઘલ ની કઝીન સાથે ઉપર રહી રાત્રે બધા જમી ને છૂટા પડ્યા, બીજા દિવસે સવારે રાંદલ વળાવવા