અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -4

  • 76

ધનુષનાં એનાઉન્સમેન્ટથી સાવી અને સારા બન્ને ચોકી ગયેલાં..આમ એકદમ ધનુષને શું થયું? આ છોકરો કશું રજૂ કરશે એટલે? એનાં કહેવાથી બાર રૂમમાં સન્નાટો છવાયો..સાચેજ ધમધમતું મ્યુઝિક બંધ થયું..ધનુષના ચહેરા પર આછું સ્મિતઆવ્યું.. એણે કહ્યું “થેન્ક્સ ફ્રેન્ડ્સ..” હું તમારો મૂડ બમણો મસ્ત કરી દઉં.”.એણે કાઉન્ટર તરફ હાથ હલાવી આભાર માન્યો..આ બાર નો માલિક કોઈ ઇન્ડિયન હતો..સાવી સારાની સામેજોઈ બોલી “ આમ પણ આ ધનુષે મને કીધેલું કે એ સબંધો બનાવવા અને નિભાવવામાં એની માસ્ટરી છે. ચોક્કસ આ બારવાળો એનો ફ્રેન્ડજ હશે.” સારાએ સીપ મારતા કીધું“ એમાં કોઈ નવાઈ નથી સાચેજ એ એમાં નિપૂર્ણ છે. પણ આ છોકરો કોણ છે? કોઈ આર્ટિસ્ટ છે?”