અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -3

સાવીએ સરલા ને સારા જેમ્સ કહ્યું પછી હસી..સારાએ થોડું મ્લાન હસી કહ્યું “સરલા થી સારા જેમ્સ સુધીની સફર આમ સરળ નથી રહી સાવી…” એની આંખનાં ખૂણા ભીંજાયા પછી સવસ્થ થઇ બીયરના ગ્લાસ ઉંચકી હળવેથી ટકરાવી બોલી “ સાવી હું ઇન્સ્ટા તથા બીજા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા જેમ્સથી પ્રખ્યાત છું કુખ્યાત નથી..મારા રીલ મારી મસ્તી ડાન્સ બધું જબરજસ્ત વાઇરલ થાય છે લાખો ફોલોવર હવે તો થઇ ગયા છે..આ સરળ સીધી સરલા મુંબઈની મુર્ગી વાઇરલ છે..પછી લાંબી સીપ લીધી..સાવીએ કહ્યું તારે કશું રેકર્ડ કરવું છે? તું તારી સ્ટાઈલમાં બોલ હું રીલ બનાવું. મારી રીલની રાણી …” એમ કહી સાવીએ પણ સીપ મારી.. સારાએ