“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્યારે બપોર પતી 4 વાગવા આવ્યા…અહીંતો હમણાં થોડીવારમાં સાંજનું અંધારું થવા આવશે. તારી મોર્નિંગ હમણાં થઇ સારા? બોલ શું હતું? “ સારાએ આળસ મરડી હસતા હસતા કહ્યું“ હા યાર..નાઈટ શિફ્ટ કર્યા પછી ઉઠવાનું મોડુંજ થાય છે શું કરું ?...ચલ બીજી વાત પછી કરીશ મેં તને ખાસ એ કહેવા ફોન કર્યો છે ..તું ઓફિસમાંથી છૂટી તારા બિલ્ડીંગ નીચે મારી રાહ જોજે હું ત્યાં આવી જઈશ આજે આપણે સાથે ક્યાંક બહાર ડિનર લઈશું આમ પણ આજે ફ્રાઈડે છે વળી મારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ છે થોડી મજા કરી પછી ડિનર સાથે લઈશું