સાસરું એટલે દેશવટો?******************** આજકાલ દીકરી.. દીકરી.. દીકરી એટલું ચાલે છે કે, દીકરીઓ આર્થિક રીતે તો સ્વતંત્ર થઈ જાય છે, છતાં એમનાં માનસિક રીતે પંગુ બનવાનાં ચાન્સ વધી ગયાં છે!અટપટું વાક્ય છે. કદાચ, સો ટકા ગળે ન પણ ઉતરે. હાલના તબક્કે સમજવા જેવી વાત કહેવા માંગુ છું. આ સોશિયલ મીડિયામાં વ્યુઅર્સ, ફોલોવર્સ વધારવાનો સહેલો અને ઈજ્જતદાર રસ્તો છે, લોકોની ઋજુ લાગણીઓનો ભરપૂર ઉપયોગ કરવો! દીકરી, વૃદ્ધ માતા પિતા, સાસરે જતી દીકરીની વિદાય, વૃદ્ધાશ્રમો વગેરે વગેરેની રીલ કે વિડિયો બનાવો તો કૂદકે ને ભૂસકે વ્યૂઅર મળે એની ગેરંટી! એકદમ સ્વાભાવિક વાત છે કે દરેક જગ્યાએ સેલેબલ તો લાગણીઓ જ છે ને! જો