અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દસ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાં એક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ..એણે વિચારો ખંખેર્યા ..ઘરથી નીકળતા એની રૂમમેટ સરલા તોરસેકર સામે નજર નાખેલી ,,કેટલી બિન્દાસ હજી ઊંઘી રહેલી. કાશ.. પણ પછી યાદ આવ્યું કે એ નાઈટ શિફ્ટ કરીને આવી છે.કલાક પહેલાજ આવેલી..આ ઓસ્ટ્રેલિયાની