ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 48શિર્ષક:- સાળા મળ્યા!લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 48 ."સાળા મળ્યા ! " કાશીમાં એક વર્ષ રહીને ઉજ્જૈનનો કુંભભેળો કરવા માટે ઉજ્જૈન જવાનું થયું. મારા ગુરુદેવનો આગ્રહ હતો કે કુંભમેળામાં મારે મારો વિરજાહવન કરાવી લેવો. જોકે હું તેની આવશ્યકતા સમજતો ન હતો. પણ ગુરુજીની આજ્ઞા માની હું કુંભમેળામાં ગયો હતો તથા લગભગ એક મહિનો રહ્યો હતો. ઉજ્જૈનનો કુંભમેળો વેરવિખેર હોય છે. અર્થાત્ પ્રયાગરાજની માફક એક સ્થળે સાધુસમાજ એકત્રિત ન થતો હોવાથી છૂટાંછવાયાં સ્થળોમાં દર્શનાર્થીઓને ફરવું પડતું હોય છે. તેમ છતાં હું જ્યાં ઊતરલો તે મુલ્લાં મદારીનો બાગ (પાછળથી