શ્રીકૃષ્ણ ભગવાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવા માટે, તેમના સાચા સ્વરૂપની ઓળખાણ અને તેમણે પ્રબોધેલા ગીતાજ્ઞાનની યથાર્થ સમજણ મદદરૂપ થઈ શકે છે. દુનિયામાં શ્રીકૃષ્ણ ભગવાનને બાલકૃષ્ણ, ગોવર્ધન ગિરિધારી, મુરલીવાળા મોહન, ગોપાલક ગોવિંદ, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી વગેરે અનેક સ્વરૂપે ભજવામાં આવે છે. પરંતુ શ્રીકૃષ્ણ એટલે નરમાંથી નારાયણ થયા તે! તેઓ વાસુદેવ હતા, ગીતાનું અદ્ભુત જ્ઞાન આપનાર મહાન જ્ઞાની હતા. ત્રેસઠ શલાકા (શ્રેષ્ઠ) પુરુષો એટલે જેમને મોક્ષમાર્ગનો સિક્કો વાગી ગયો હોય છે તેવા મહાન પુરુષો, જેમાં વાસુદેવનો સમાવેશ થાય છે. વાસુદેવ એટલે રાજપાટ, રાણીઓ એમ બધી ચીજોના ભોક્તા હોય, છતાં મોક્ષના અધિકારી હોય. પોતાના સંબંધીઓ અને વડીલો સામે યુદ્ધ લડવાના વિચારથી વિષાદમાં ડૂબેલા અર્જુનને