મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 33

  • 176
  • 52

પોચાસાહેબ રૂપાલીને એમના ઠાઠિયા પર બેસાડીને લઈ ગયા એટલે જાદવો, ભીમો અને ખીમો હાથ મસળતા રહી ગયા. તખુભાને પણ નહોતું જ ગમ્યું. આવું રૂપાળું માણસ આજુબાજુ હરતુંફરતું હોય તો એકલા જીવને જરીક ટાઢક રહેત એમ તખુભા વિચારતા હતા. તખુભા તો નખશીખ સીધા માણસ હતા પણ આખરે તેઓ પણ એક પુરુષ હતા. સ્વાભાવિક રીતે સુંદર સ્ત્રી દરેક પુરુષને ગમે એમાં એમનો કંઈ વાંક નહોતો. 'આમ તો સારું જ થયું. હું કંઈ મારૂ ઘર એને ભાડે ન દઈ શકું. કારણ કે હું એકલો રહું છું ને એ પણ એકલી રહે તો ગામ વાતું કર્યા વગર રહે નહીં. વળી, વિશ્વામિત્ર પણ જો મેનકાના રૂપ