શંકા ના વમળો ની વચ્ચે - 16

લગ્ન ને માત્ર 10 દિવસ જ બાકી રહ્યા હતા, લગ્ન ની તૈયારી માં અને સ્કૂલ અને ટ્યુશન ના વર્ક પ્રેશર ને કારણે સોનાલી નું 10kg વજન ઘટી ગયું હતું, અને છેલ્લા 1.5 મહિના થી સ્પેશ્યલ સ્કીન કેર કરતી સોનાલી ખૂબ જ સુંદર અને આકર્ષિત લાગતી હતી, જે કોઈ એને જુએ એ જોતું જ રહી જાય એવી સુંદરતા નિખરી હતી, સોનાલી ને આમ તો બહુ ખાસ મેકઅપ નો શોખ નહોતો, એટલે તેણે ખાસ તે જે કાયમ બ્યૂટીપાર્લર માં જતી હતી ત્યાંજ લગ્ન ના દિવસે તૈયાર થવાનું રાખ્યું હતું, અને ખાસ કહી રાખ્યું હતું કે એકદમ લાઈટ મેકઅપ જ કરે, સોનાલી ને