હાર્દિકની પત્ની રિંકલની જોબ પાટણ ટ્રાન્સફર થઈ ગઈ. હાર્દિકે પાટણ જઈને ઘરનો બિઝનેસ શરૂ કરીને રિંકલનાં નામથી લોન ઉપર ઘર ખરીદ્યું. જેની ખુશી રિંકલથી વધુ એનાં પિયરવાળાને વર્તાય રહી હતી. રિંકલનું પિયર એનાં ઘરની બાજુમાં હતું. તેની નાની બેન રિમા સ્ટડિ કરીને ઘરે આવી ગઈ હતી.રિંકલનાં પિયર પક્ષની દાનત રિંકલનાં નામનું ઘર થવાથી બગડી ગઈ હતી. ટુંક સમયમાં, હાર્દિક પાટણ આવીને રિંકલનાં નામે ઘર ખરીદી શકે એવો ધોમધોકાર ધંધો ચાલવાં લાગ્યો હતો."હાર્દિક જમાઈ ! કેવું પડે હો. એક તમારી મહેનત જ નથી પણ મારી દીકરીનાં સારાં પગલાં તમારાં ઘરમાં પડવાથી તમે તમારું ખુદનું ઘર ખરીદી શક્યાં, એવો ધંધો ચાલવાં લાગ્યો.