ભાગ 20 : અજાણ્યો માણસ અને મનોમંથનમંદિર ના ગર્ભગૃહ ના દરવાજા પાસે જમણી તરફ પ્રકાશ આવતો જોઈને શીન ત્યાં થંભી ગયો અને તેણે ત્યાં નિરીક્ષણ કરીને જોયું તો એક અંડર ગ્રાઉન્ડ રસ્તો પસાર થઈ રહ્યો હતો એ જોઈને તેણે તરત મિત્રા ને કહ્યું કે - જો આ રસ્તો , આ રસ્તેથી જ પેલો માણસ અહી આવતો હશે અને અહીથી જ તે બહાર જતો હશે , મને લાગે છે આ સિક્રેટ જગ્યાની બહાર જવાનો રસ્તો પણ આ જ હશે , ચાલ આ રસ્તે આપણે જઇએ અને ચકાસીએ કે શું છે ત્યાં !મિત્રા એ શરૂઆત માં ના પાડી ; પરંતુ શીન ની