ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. એ માનસિક રીતે ભયંકર અસ્વસ્થ હતો. જીવનમાં એ ક્યારેય એટલો મૂંઝાયો ન હતો. એનું જીવન સરળ ન હતું. પણ આટલી અસ્વસ્થતા એણે ક્યારેય અનુભવી ન હતી. સાવ નાનપણથી ખુરાફાતી દિમાગ વાળા બાપ સાથે ક્યારેય એને જામ્યું ન હતું. એમાં માંડ 3-4 વર્ષનો હતો ત્યાં માં મરી ગઈ અને બાપે બીજા લગ્ન કર્યા. અને નવી માં એ એના પર જુલ્મ ચાલુ કર્યા. હંમેશા એનો બાપ એના પર સરમુખત્યારની જેમ હુકમ ચલાવતો હતો નવી માના જુલ્મો એમાં ભળ્યા. અને વાત વાતમાં અકકલ વગરના બુડથલ એવા સંબોધનથી નવાજતો રહેતો હતો.