ભાગ 19 : મંદિર ના અવાજ નું રહસ્યશીન અને મિત્રા ને ગાર્ડ દ્વારા મંદિર ના મુખ્ય દ્વાર ની બહાર લઈ જવામાં આવ્યા ત્યારબાદ મિત્રા એ કહ્યું કે, " સાંભળ્યું શીન ? આ અવાજ છેલ્લા એક અઠવાડિયા થી હું મંદિરમાંથી આવતો સાંભળું છું, પહેલા મને એમ થયું કે એ SK હશે, પણ SK અહીંથી ચાલ્યો જાય પછી જ આ અવાજ સંભળાય અને વળી ગાર્ડ પણ આ સમયે કોઈને અહીં આવવા ન દે , આ માણસ નો ચેહરો મે ક્યારેય નથી જોયો , એ માણસ મંદિર ની બહાર પણ આવતા નથી દેખાયો , વળી હું મંદિર માં અંદર જાઉં તો એ માણસ