એકાંત - 24

શિક્ષિત વર્ગ ધરાવતા વડોદરા શહેરમાં નિસર્ગનો પરિવાર વસવાટ કરે છે. નિસર્ગ દેખાવે સંસ્કારી અને અપ્પર મિડલ ક્લાસમાંથી આવતો હતો. પ્રવિણના આગળ પૂછવાથી નિર્સગ એક મોટી કંપનીમાં એન્જીનિયરની જોબ કરતો હતો. એના કામને સરાહનીય તરીકે એના બોસ એને આવતા મહિને મેનેજર બનાવવાની જાહેરાત કરી દીધી હતી. પરિવાર સુખી અને સંપન્ન હોવા છતા નિસર્ગને સ્યુસાઈડ કરવાનો વિચાર કેમ આવ્યો! એ કોયડો ત્રિપૂટી સામે અકબંધ હતો."નિસર્ગ, અમારી સામે જો. અમારા ત્રણમાંથી કોઈ પરફેક્ટ નથી. દરેકને એમની કોઈને કોઈ તકલીફ તો હોય જ છે. સકારાત્મક વ્યક્તિ એને કહેવાય કે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી શકે. આ રાજ યુવાનીમાં હજુ એની કૂંપળ ફુટી ત્યાં એને