હવે જો વિકેટ પડશે તો સીધો મારો નંબર આવશે . બીટ્ટુ ને રમવા બોલાયો પણ જેમ દશેરા ના દિવસે જ ઘોડો ના દોડે એમ બિટ્ટુ ને પણ એવું થયું . આમ તો મેચ જીતવાથી મતલબ છે અને મને કોઇના થી જલન પણ નથી , પણ ક્રિકેટમાં એવું ના થાય . ક્રિકેટમાં જેને તમારાં બદલે મોકલવામાં આયો હોય અને જો એ સારું ના રમે તો ગારો નીકળે . બીટ્ટુ કરતાં તો પકો સારું રમતો હતો . છેક પાંચમી ઓવર ના ચોથા બોલે આખી ટીમ એ પેલી સિક્સ જોઈ . પેલાં લોકોએ તો મારી જ હતી