જસ્ટ એફ. વાય. આઈ.

  • 128

સાહિત્યપ્રેમી અને સંગીતપ્રેમી કૃષ્ણકાંતભાઈ કેલિફોર્નિયામાં પોતાના વિલાનાં બેકયાર્ડમાં ઈશ્વર પેટલીકરની વાર્તા લોહીની સગાઈ વાંચી રહ્યા હતા. શાંત વાતાવરણ, હળવી પવનની લહેરકી અને રંગબેરંગી પુષ્પોની મલક મલક મહેંકથી તેમનું મન સંતત્વ અનુભવી રહ્યું હતું.  મેપલનાં વૃક્ષ પર ટહુકતાં પંખીઓ તરફ એમનું ધ્યાન ખેંચાયું.  એક માતૃપંખી એનાં બાળપંખીને માળાનાં ઝરૂખામાંથી ડોકિયું બહાર કાઢી, એની પક્ષીત્વની ભાષામાં ઊંચેરા આભ વિષે અભ્યાસ કરાવી રહ્યું હશે એવું કૃષ્ણકાંતભાઈએ અનુમાન કર્યું. તેઓ માનવીય પેરેન્ટીંગ અને પક્ષીય પેરેન્ટીંગ વિશે નિરીક્ષણ કરી સરખામણી કરી રહ્યા હતા અને પોતાની જાતને શીખવી રહ્યા હતા.  મા - બાપનું કામ સંતાનને અભ્યાસ કરાવવાનું છે નહિં કે એમનાં આભનું માપન કરવાનું.  કૃષ્ણકાંતભાઈ સજીવ