સન ઓફ સરદાર 2- રાકેશ ઠક્કર અજય દેવગનની ‘સન ઓફ સરદાર 2’ (2025) ને જૂના ટાઇટલથી વટાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. એમ થશે કે અક્ષયકુમાર તો અમથો જ બદનામ છે. અજય દેવગને ‘સન ઓફ સરદાર’ ના નામ પર નવી અને કોમેડી વગરની ફિલ્મ આપીને દર્શકો સાથે દગો કર્યો છે. ધડ-માથા વગરની વાર્તાવાળી સવા બે કલાકની ફિલ્મમાં ગણીને બે દ્રશ્ય એવા હશે જેમાં હસવું આવશે. ‘હાઉસફુલ 5’ (2025) ને એ સારી કહેવડાવી રહી છે. આ વધુ એક તર્ક વગરની ફિલ્મ આવી છે. જેને સમજવા માટે મગજને થોડું બાજુ પર રાખવું જરૂરી છે. કોમન સેન્સ જેવી કોઈ વસ્તુ જ ના હોય એમ