મારુ ઘર, મારી નિયતિ છે - 18

આ બાજુ નીતા અને મીરા વાતો કરી રહ્યાં હતાં, ત્યાં દીનેશનો ફોન નીતા પર આવે છે.નીતા દીનેશને પૂછે છે, "શું કામ છે તારે?"દીનેશ કહે છે, "આજે મારા તરફથી તારા અને મીરા માટે પાર્ટી છે."નીતા ના પાડે છે, પણ દીનેશ પબમાં જવાની વાત કરે છે.નીતા મીરાને પૂછે છે, "મીરા, આપણે પબમાં જવું છે?"મીરા ના પાડે છે. નીતા તેને કહે છે, "ચાલને, મજા આવશે." નીતાનું મન રાખવા માટે મીરા તૈયાર થઈ જાય છે.મીરા નીતાને કહે છે, "તું આંટીને જણાવી દે. હું જરા ઘરે જઈ આવું અને મમ્મી સાથે વાત કરી લઉં. મારે થોડું કામ છે, તે પતાવીને હું તને ફોન કરીશ." આમ