ત્રિપુટી થોડીક જ કલાકોમાં એકબીજાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યા હતા. રાજ જેને વર્તમાનમાં જે ક્ષણો મળી છે એને દિલ ખોલીને ચિંતામુક્ત માણવી હતી. હાર્દિક જીવનમાં એની સાથે ઘણું બધું બની ગયું પણ એની સકારાત્મક વિચારધારાને હજુય જકડી રાખી હતી. પ્રવિણ પોતાની જન્મભૂમિમાં કર્મભૂમિનો સમાવેશ કરી લીધો. જે પોતાનું હતું નહિ એને પોતાનું માનીને દરેક ખુશીઓની ક્ષણોને હરખથી માણી. જેની જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓનો ઉપયોગ કરવો. બિનજરુરી વસ્તુઓ પર પૈસાને પાણીની માફક વહેડાવીને ખોટો દેખાવ ના કરવો. એ જ પ્રવિણનું જીવનસુત્ર હતું.ત્રિપુટીની કાર વેરાવળના દરિયાકિનારે ઊભી રહી ગઈ. સૌ કારમાંથી નીચે ઊતર્યાં. નીચે ઊતરતાની સાથે હાર્દિકને મોબાઈલની શોપ જોવા