8.એ ઝનૂન પર આવી ચારે તરફ તલવાર વીંઝી રહ્યો. થોડી ક્ષણો અગાઉ એ સ્ત્રી વીંઝતી હતી એ રીતે. ગોળ ફરતો, તલવાર કે પટ્ટી પૂરી તાકાતથી ઘુમાવતો તેમને ઘેરી રહેલા લોકોનો પ્રતિકાર કરી રહ્યો. એને ખ્યાલ ન આવ્યો, અત્યારે તો એને વિચાર પણ આવતો ન હતો કે આવી શક્તિ એનામાં ક્યાંથી આવી.અત્યારે એને તલવાર આપી સ્ત્રી એક તરફ ખસી ગયેલી અને નજર ખોડી આ યુદ્ધ જોઈ રહી હતી. દર્શકને એની સામું જોવાની પણ ફુરસદ ન હતી. એની આસપાસ ઊંચા માનવ ઓળાઓ એને ઘેરી રહ્યા હતા અને એ પેલી સ્ત્રીએ કહ્યા મુજબ લડી રહ્યો હતો.સામેથી કોઈ યોદ્ધો એને પકડવા માગતો હોય એમ કૂદ્યો.