પ્રવિણ હાર્દિક અને રાજ સાથે વેરાવળના દરિયાકિનારે ફરવા નીકળી ગયા હતા. રસ્તામાં ભાલ્કા તીર્થ આવતા તેઓ શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે મંદિરમાં સ્ટોપ કર્યું હતુ. રાજે મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ પ્રવિણ અને હાર્દિક પાસે પોતાના કરિયર વિશે વાત કરી હતી એ સાવ ખોટી હતી. જેની કબુલાત એણે કોઈ પણ શરમ વિના કરી લીધી હતી.પોતે માંડ દસ પાસ હતો અને ખોટું બોલ્યો કે એ ગ્રેજ્યુએટ છે. એ વાત જાણીને પ્રવિણ એને માફ કરશે કે નહિ. એની ચિંતા રાજના ચહેરા પર વર્તાઈ રહી હતી."પ્રવિણકાકા, તમે મને એકવાર તો કહો કે તમે મને માફ કર્યો." પ્રવિણ અને હાર્દિકને આગળ જતા જોઈને પાછળથી રાજ