આ વાત છૅ તમારા મારાં જેવા માણસની,પણ એક અનોખા સબંધની.....આ વાત છૅ એક નાનકડા ગામની અને ત્યાં રહેતા એક વ્યક્તિની જે કોઈ દાન,ધર્મ , ભગવાન કે ધાર્મિક કોઈપણ કાર્ય કરવામાં ના માનતો અને વિશ્વાસ ન ધરાવતા એવા રાજુ નામના વ્યક્તિની અને તેથી ગામ લોકોએ તેનુ ઉપનામ નાસ્તિક રાજુ પાડેલું . ગામના લોકોને આ રાજુ ગમતો ન હતો કેમકે તે તેની ધૂનમાં જ કામ કરે અને વળી કોઈ કાયદાએ માનતો નહીં એટલો એ ઘમંડી, ઘરમાં એ અને એની બહેન બે જણ જ રહેતા માતા પિતા આ બાળકો બહુ નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા, બહેન ભાઈનું બહુ ધ્યાન રાખે એને કહેતી કે