આપણે ત્યાં સદીઓથી ચારિત્ર્યને સ્ત્રી સાથે જોડી દેવામાં આવ્યું છે. ‘એનું ચારિત્ર્ય ડાઉટફૂલ છે, એની સાથે સંબંધ રાખવાની ભૂલ નહીં કરતા....!’ આવું સ્ત્રી સામે આંગળી ચીંધીને છાતીભેર બોલાતું હોય છે.પણ પુરૂષ સામે આંગળી ચીંધાય ત્યારે આ જ વાક્ય બદલાઇ ગયું હોય છે- ‘આ થોડા રંગીલા મિજાજનો છે, એને ભરપૂર પ્રેમ આપશે તો વાંધો નહીં આવે!!!’એક સાથે એક જ સમયે-એકબીજાને છેતરીને-એકબીજાને આપેલા કમિટમેન્ટને તોડી-ફોડીને એકથી વધારે સ્ત્રીઓ કે પુરૂષો સાથે ઇમોશનલ કે સેક્સુઅલ રિલેશનશિપ રાખવા એ નૈતિકતાની દૃષ્ટિએ ખોટું છે-અપરાધ છે! પણ-આજની પેઢી તો સિચ્યુએશનશિપ, નેનોશિપમાં વિશ્વાસ રાખતી થઇ છે. કમિટમેન્ટ પાળી શકાશે-એવો જાત પર વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી આ