ભૂલ છે કે નહીં ? - ભાગ 76

  • 56

તમે એ કપડા મમ્મીને બતાવ્યા અને કહ્યું કે અલૂણા વખતે  ભાણી માટે કપડા લેવાયા ન હતા એટલે રક્ષાબંધન પર આવશે ત્યારે આપી દઈશું. મમ્મી એ જોઈને ખુશ થઈ ગયા અને બોલ્યા કે સારું થયું કે ભાણી માટે કપડા લઈ આવ્યા આમ પણ અલુણા વખતે ન આપ્યા હતા તે એમને ખોટું લાગ્યું હતું. હું ત્યારે કંઈ બોલી તો નહીં પણ મારા મનમાં વિચાર તો આવ્યો જ હતો કે આવી કેવી રીતે એ લોકો ખોટું લગાડી શકે. જરા વિચાર તો કરે ને કે માણસ પાસે પૈસા ન હશે તો જ ન આપ્યું હોય નહીંતર થોડું આપે તો વધારે આપવામાં શું વાંધો આવે.