અપૂર્ણતા માં સુંદરતા

  • 206
  • 1
  • 54

તારું બધું સારું ચાલી રહ્યું છે ને?’‘હા, હું મસ્ત જ છું...’ – કેટલાંય લોકો માટે આ જવાબ માત્ર શબ્દો છે. અંદર ક્યાંક કંઈક ખાલી છે, પણ બહારથી બધું ઠીક ઠાક દેખાડવાનું છે. એવા લોકો 'હાઇ ફંક્શનીંગ ડિપ્રેશન' સાથે જીવી રહ્યાં હોય છે. કોઈને ખબર પણ ન પડે, કારણ કે તેઓ પોતાનું કામ, જવાબદારી અને સંબંધો બધું બરાબર નિભાવતા હોય છે.એવો વ્યક્તિ દરરોજ ઊઠે, ઓફિસ જાય, મિત્રો સાથે મજાક કરે, પણ અંદરથી ભાવનાત્મક રીતે થાકેલો હોય છે. જૂના શોખો હવે રસ આપતાં નથી, સવાર ફ્રેશ થતી નથી ને રાત સારી જતી નથી. ભલે બધું યોગ્ય ચાલે, છતાં આનંદની લાગણી ગાયબ લાગે