સોશિયલ મીડિયા

  • 162
  • 54

સોશિયલ મીડિયાની કેટલીક અસામાજિક અસરો ચોંકાવનારી છે. કેટલાક યુવાનો સોશિયલ મીડિયાને કારણે વ્યસનમાં ફસાતા જોવા મળે છેએક કાર્યક્રમમાં અમે બંને સ્ટેજ પર હતા. અચાનક કશુંક બન્યું હોય એમ એ સાથી વક્તા ‘ફેસબુક’ પેજ ખોલીને અમારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોવા માંડ્યા. કદાચ પોતાનો ચહેરો જોવો ગમતો હશે અથવા કેટલા લોકો આ કાર્યક્રમ ‘લાઇવ’ જોઇ રહ્યા છે, તે તપાસી રહ્યા હતા. આ શું હતું! ટેક્નોલોજીની અતિ-સામાજિકતા કે એવું માનસિક વલણ જે ક્યારેક મનની સ્થિરતા ઉપર અસર ઊભી કરે. આપણો સમય ટેકનોલોજીનો છે અને વધુ સોશિયલ મીડિયાનો છે. આ આપણો સોશિયલ-ઓર્ડર છે. નવાં સમીકરણ છે, નવી રીતભાત છે, ક્યાંક વાડકી વ્યવહાર છે તો