લાગણીશીલ હોવું એટલે પ્રભુની પરમ કૃપા..કે જેના દિલમાં દયા હોય, પ્રેમ હોય, બીજા માટે ઘસાઈ જવાની તૈયારી હોય, જે સરળ, નિખાલસ અને વિશ્વાસુ હોય, જે બુદ્ધિ કરતા દિલ, આત્મા ના અવાજ નું અનુસરણ કરતો હોય..એવો નિર્દોષ, નિષ્કપટ માણસ ભગવાનને પણ ખૂબ પ્રિય હોય છે. આપણે તેને સજ્જન નું બિરુદ આપીએ છીએ.. પણ અતિ લાગણીશીલતા ક્યારેક દુઃખમાં પરિણમે છે.. ને લીધેલા નિર્ણય ભાવુકતામાં લઈ લે ત્યારે બહુજ તકલીફ પડે છે...