હાર્દિકનો જીવ રહ્યો નહિ એટલે તેણે રાજને ફરી સમજાવ્યો. રાજની સૂરત જોઈને હાર્દિકને એવું લાગ્યું કે એણે જે સલાહ આપી એ તેને પસંદ ના આવી. આગળ રાજ સામે કેવો રિપ્લાય આપશે એની અપેક્ષા હાર્દિકે રાખી નહિ.હાર્દિકના બોલ્યાં પછી વાતવરણમાં શાંતિ ફેલાય ગઈ. રાજ કે હાર્દિક બન્નેમાંથી કોઈ કાંઈ ના બોલ્યું. થોડીક વારમાં પ્રવિણ એમની પાસે આવી પહોંચ્યો. બન્નેને ચુપચાપ જોઈને પ્રવિણને નવાઈ લાગી."તમારા બન્નેના ચહેરા કેમ ઊતરેલી કઢી જેવા લાગી રહ્યા છે. એવરી થિંક આર ઓલ રાઈટ?"પ્રવિણના પૂછાયેલા સવાલથી હાર્દિકે વાતને દબાવતા કહી દીધું, "બધું બરાબર છે."ત્યાંથી તેઓ ત્રણેય હાર્દિકે રૂમ બુક કરેલો હતો ત્યાં ગેસ્ટ હાઉસમાં જઈને પોતાનો સામાન