7.સ્ત્રી હવે સાધુ તરફ પટ્ટી વીંઝી રહી. આખી પટ્ટી પર કોઈ પ્રકાશ થયો.પેલા માણસે બે હાથ લાંબા કર્યા અને રસ્તા પર ખેંચાયો. એણે તુંબડાનું ફાડીયું ગમે તેમ કરી હાથ કરી પછાડ્યું. એમાં રહ્યાસહ્યા પદાર્થમાંથી એકદમ ધુમાડો થયો. ધુમાડામાંથી કદાચ મોટો કોબ્રા જેવો સાપ નીકળત પણ ત્યાં સ્ત્રીએ એ પટ્ટી એની પર વીંઝી. ત્યાં એક ઝબકારો થઈ રાખ ફેલાઈ ગઈ. પટ્ટી નીચે સૂઈને ઘસતા માણસને વાગી. સ્ત્રીએ ફટાફટ પટ્ટી બે ત્રણ વાર એની ઉપર વીંઝી અને હવે એ માણસ કારમી ચીસ પાડતો ઢળી પડ્યો. એની ચીસના પડઘા શાંત જંગલમાં દૂર સુધી ફેલાઈ રહ્યા. સાધુએ એનાં અર્ધ વસ્ત્રમાં હાથ નાખતાં કોઈ વસ્તુ ફેંકી પણ આનાયસે