ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. અંધકારથી ઘેરાયેલ ઉદયપુરની એક સાંકડી ગલીમાં એણે પ્રવેશ કર્યો. અને ધીમે ડગલે ગલીની અંદર જવા લાગ્યો. છૂટી છવાઈ એ ઝુપડપટ્ટી + કાચા મકાનો ધરાવતી એ ગલીમાં થોડી ચહેલ - પહેલ હતી. શેરીમાં કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા. ક્યાંક કોઈક બુઝર્ગ ટાઈમપાસ કરવા મહેફિલ જમાવી હતી તો એકાદ સહેજ મોટા મકાન ના ઓટલે મહિલા પરિષદ ભરાઈ હતી. છુટક અનાજ પરચુરણ અને પાન - સિગરેટ ના ગલ્લે થોડી ભીડ હતી. એણે ઝડપથી કદમ ઉપાડ્યા. અચાનક કોઈની નજર એના પર પડી એ માણસ આગંતુક ને ઓળખ્યો. પણ આગન્તુક