નંદિની...એક પ્રેમકથા - ભાગ 24

સુમન આજે ગોડાઉન મોડી પહોંચી. એની આંખો પણ લાલ હતી. પૂજા અને કિરણ બંને મજાક કરતા બોલે છે. "કેમ! સુમનજી, આજે કોઈની યાદો એ આખી રાત સુવા નથી દીધા એવું લાગે છે;".( પછી બંને હસવા લાગે છે) સુમન થોડો ગુસ્સો દર્શાવે છે પણ કઈ બોલતી નથી.આ જોઈ નંદિની બોલે છે. "શું થયું સુમન બધું બરોબર છે ને"?.સુમન: હા બધું બરોબર છે, પણ શોભિત ની વાતો મગજ માં ફર્યા જ કરે છે. મને કશું સમજાતું નથી. સતત એકજ વિચાર આવી રહ્યો છે કે શોભિતે જે કંઈ કહ્યું એ બધામાં સચ્ચાઈ હશે?. નંદિની પ્લીઝ કંઈ સમજાવને નહીં તો હું આમજ પરેશાન થતી