ભૂલ છે કે નહીં ? - ભાગ 75

  • 210
  • 90

મેં તમને શાળાના આચાર્યએ જે ટ્યુશનની વાત કરી હતી તે કહી. તમે કહ્યું આ જ સમયમાં જો બધું થઇ જતું હોય તો કર કંઈ વાંધો નહીં. અને મેં બીજા દિવસે ટયૂશન કરાવવા માટે હા પાડી દીધી. મને એ આચાર્ય જાણે ભગવાન લાગ્યા હતા કે મારી દરેક તકલીફનું નિરાકરણ એવું બતાવતા કે મારી પાસે પૈસા આવતા બંધ ન થાય. હા, એમના નબળા વિદ્યાર્થીઓને મારે પૈસા લીધા વગર ભણાવવાના હતા પણ એની સામે મને એમણે એમની શાળાનો એક આખો વર્ગ આપી દીધો હતો ટયૂશન કરાવવા માટે. આજે તો હું જીવનની સંધ્યાએ પહોંચી છું પણ મેં એમના જેવો નિસ્વાર્થી માણસ કોઈ નથી જોયો.